શુક્રવાર, 19 ઑક્ટોબર, 2012

ફૂલ પરી નું (?)

 ( નીચેની રચના એ વ્યક્તિગત છે પર્સનલ જિંદગી ની વ્યથા ને કલમે ઉતારી છે આને કોઈએ કોપી રાઈટ કરવી ન કાનુનન જુર્મ બને છે મહેબાની કરીને , હસમુખ ગઢવી )
(?$) કાઉંસ માં ક્વેશ્ચન માર્ક ઉપર બહુ ધ્યાન આપવું નહિ 


ધૂળ ના તંતુ માં જાણે અશ્રુ બિંદુ પ્રોઉં છું 
                                  વહાલ ના વ્યાકુળ વીહંગે વાટ  તારી જોઉં છું !
બાંકડે બેસું ઉઠું ચાલુ અને ઉભો રહું 
                                   આજ પણ એવાજ ઢંગે વાટ  તારી જોઉં છું  !

શી? ખબર આ લોકો ને કેવા હું નયન શોધું છું ?
                                  સ્થિર દરિયાની છલાંગે વાટ  તારી જોઉં છું !
કેટલા ચહેરા છતાં કેટલી તરસી નજર ?
                                 કેવડા નાજુક પ્રસંગે વાટ  તારી જોઉં છું !
વ્યગ્રતા માં '' હસું '' કોઈ સાથ આપે ક્યાં સુધી?
                                 ('' ? '') એકલ તાની સંગે વાટ તારી જોઉં છું !


(   ?$  )    ફૂલ પરી નું ચાંદ ને ચુંબન ધર્યું  ! સૂર્ય ને પણ જાણી ને સ્પંદન થયું!
            ''હસુ '' આ બધી વાતો છે ભાગ્યની !આપણું  તો ઠીક ચિતરંજન થયું !

                               $%  રુધાયેલો શ્વાસ %$


વિપદ ને શી રીતે વારુ ર્હદય મારા 
થવાનું થાય અણધાર્યું ર્હદય મારા 
હતો એ આવનારો રાહ માં રજળી ગયો પ્રેમી 
? કેમ કરી ઘરે આવું ર્હદય મારા 
પીડા ઉપર પીડા છે હાથ લોહીથી ભીના છે 
? શું? તારી પીઠ પસવારું ર્હદય મારા 
મરણ કરવત હશે એવી વિમાસણ તો ?
આજે જ સંધ્યા એ મરણ પામી  
શ્વસન રુંધાય છે બધે જાણે અંધારું???!!!


     અશ્રુ ની વાત ટૂંક માં કહું કઈ રીતે  આતો સાત સમંદર ની વાત છે !
'હસું' જે અશ્રુ થી આંખો ને સણગારતા  નથી તેને દુનિયા દર્દ કદી  સમજતા નથી 


મૌત ક્યાં હે વો જમાને કો સમજાયે ક્યાં એક મુસાફિર કો રાસ્તે મેં નીંદ આ ગયી !

                               $$   શું કરીએ?$$



ન રહ્યો કીજ ખયાલ શું કરીએ?
ખોઈ બેઠા અમે દિલ શું કરીએ?
દોસ્તો કઈંક તો સલાહ આપો કે
કેમ થઈએ નિહાલ શું કરીએ ?
જ્યાં જ્યાં રાખી અપેક્ષા ઉત્તર ની 
ત્યાં ત્યાં નીકળ્યા સવાલ શું કરીએ ?
છે ખબર ( ? )આવશે તું નકી પણ ?
અબ ઘડી હમણાં હાલ શું કરીએ ?
હા હજી જીવીએ છીએ 'હસમુખ '
 આથી અદ્કી કમાલ શું કરીએ?


કવિતા તો કરવી છે મારે પણ કલમ ક્યાં??
ફૂલ નાશ પામે છે સદા ફળ લાગવાથીયે !



હાથ  થી સાયદ જળ માં તમે લીટા તો પડી શકો 
અને સંકેલવાથી આભ ને પણ ચોવડ  વાળી શકો 
પણ હસમુખ 'કોઈના દિલ માં તમે સ્થાન એમ ના પામી શકો!

જેર પીને મરી જવું તો સહેલું છે પણ અમારે તો જેર પીનેય પાછુ જીવવાનું છે !

મુ વી 














મહોબ્બત ના તરંગો

છેલ્લી એક તક

મને છેલ્લી એક તક આપી દે...

મને છેલ્લી એક તક આપી દે...

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી મેં પહેલા અને છેલ્લા પાના પરના અગત્યના સમાચાર પર નજર નાંખી. છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઉઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘હા! કાલે રાતે સુતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઉંઘી ગયો હતો ને?‘

હું ઘડીયાળ તરફ નજર કરું છું. ‘અરે! દસ વાગી ગયા છે? મારી ચા ક્યાં છે? અરે! મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે? મારો બોસ મારી ઉપર ખીજાશે. બધાં ક્યાં જતા રહ્યાં? મારા આ રુમની બહાર બધા કેમ ભેગા થયા લાગે છે?’ ‘ અરે ! આટલા બધા લોકો? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે. અરે! કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’

‘ અરે! આ શું? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. અરે! બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ક્યાં કોઈ મને સાંભળે છે! અલ્યાઓ! 'હું મુઓ નથી, જુઓ આ રહ્યો.’ મેં કરાંઝીને રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નીશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો. મેં મારી જાતને પુછ્યું, ‘શું હું ખરેખર મરી ગયો છું? અરે! મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મીત્રો – બધાં ક્યાં છે?’


બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી. તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.


‘ અરે, મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વીના હું શી રીતે વીદાય લઈ શકું? મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું? એક વાર તો એને હું કહી દઉં કે હું તેને અત્યંત ચાહું છું. માબાપને એક વાર તો કહી દઉં કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મીત્રો વીના મેં જીવનમાં ઘણી ભુલો કરી હોત; એમ એમને કહ્યા વીના, હું કઈ રીતે વીદાય લઉં? એ લોકોને મારી ખરેખર જરુર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી;



હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દીલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત! મને માફ કરી દે.’ એમ કહેવું હતું. ‘અરેરે! એને મારો હાથ દેખાતો નથી? એ કેવો નીષ્ઠુર છે? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું, તો પણ એ હજી કેટલો અભીમાની છે? ખરેખર, મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને હસમુખ નો  હાથ નહીં દેખાતો હોય?

ભુલ્યો! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને? ઓ ભલા ભગવાન! હું તો ખરેખર મરી જ ગયો છું.‘ હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું. ‘અરે મારા ભલા ભગવાન! મને બસ થોડાક દીવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ, મારા મીત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે એ બધાં મને કેટલાં વહાલાં છે?‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે? હું બરાડી ઉઠું છું, ’અલી એ! તું ખરેખર સુંદર છે!” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે? ’મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા?‘ હું મોટી ચીસ પાડી દઉં છું, ”અરે ભગવાન! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!‘

હું રડી પડું છું. ‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મીત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં. મારા બધા મીત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દીલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

મેં ઉંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મુકી. ‘અરે પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા!’હું જિંદગી ને જીવવા માંગું છું મન ભરી ને માલવા માંગું છું હું મારા ચારણ સમાજના મારા સ્નેહી જનો ને મલવા માંગું છું માં જગદંબા મને એક તક આપી દે .......

મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને  કહ્યું,
"તમે ઉંઘમાં આમ કેમ રડી રહ્યા છો? તમને કંઈ થાય છે? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે!”
‘અરે, હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે. ‘
મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.
માં મોગલ માં મઢડા વાળી તમારા આશીર્વાદ સદાય તારા છોરું ઉપર રાખજે 
જય માતાજી "
કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો?
એક મુસાફિર કો રસ્તેમે નીંદ આ ગઈ ????
જિંદગી કા ક્યાં ભારોષા કબ નિકલ જાયે પ્રાણ કિસીકા 

(મિત્રો આ  એક સ્વપ્ન હતું પણ મૃત્યુ એ જિંદગી ની સચાઈ છે અને એ ગમે તેને ગમે ત્યારે આવેછે માટે હર પલ જિંદગી ને છેલ્લી  પળ સમજીને જીવવું જોઈએ )


અહેસાસ

પ્રિય.................................................................................................
   જિંદગી
  કેમ છે ?
છેલ્લે ,તારા ઉત્તરની રાહ જોવામાં સવાર લગી મને સાથ આપનારો વરસાદ ક્યાંક ચાલ્યો ગયેલો ,તે બે -ત્રણ દિ’ સુધી દેખાયો જ નહીં. એ દરમિયાન તક જોઈને આકાશે કોરું કાઢેલું પણ મારા હૃદયમાં તો ભીનાશ છવાયેલી જ રહી ! કદાચ તારી યાદની ઝરમર કારણભૂત હશે !
મોકો જોઇને ઉઘાડુંભટ થયેલું આકાશ મને ગમ્યું !! થયું એની આ દિગંબર અવસ્થાને માણું ,એને સ્પર્શું ,એની પીઠ પર, છાતી પર મારી આંગળીઓના મૃદુ સ્પર્શને વહાવું ………. મન પંખી બની ઉઠ્યું ! ને વિચારો પંખો બનીને લઇ ગયા મને છેક આકાશની સમીપે .
પળભર હું તને નીરખી રહયો  એને ……. સાંભળી રહયો  એના દીવ્યમૌન ને ! પછી હળવે રહી એની છાતી પર તારું નામ લખ્યું ,ત્યાંજ એક મેઘધનુષ્ય રચાઈ ગયું મારી નજર સામે .
કેટલું અદભૂત છે તારું આ નામ(???)  !!!!! 
( માફ કરશો હું આ પત્ર માં કોઈ નામ નથી લખી સકતો કારણ કે વ્યથા ના વાદળો નથી હોતા )
સદા તને નીરખતો 
તારો 
(હસમુખ ગઢવી )
------------------------------------------------------------------------------------------------------------------------------

   સિર્ફ અહેસાસ હૈ  હસમુખ યહ રૂહ સે મહસૂસ કરો.

પ્રેમ વ્યક્ત કરવા માટે જો કોઇ ચીજવસ્તુનો સહારો લેવો પડે, તો એને સાચો પ્રેમ કેવી રીતે કહી શકાય? એ તો આપોઆપ અનુભવાય છે.

પ્રેમમાં ખોટા દેખાડો કરવાની જરૂર નથી અને જો પ્રેમનો દેખાડો કરવામાં આવે તો એ સાચો પ્રેમ ન કહી શકાય.

બે મન જ્યારે એકબીજાની લાગણી, ભાવના અનુભવીને એક થઇ જાય છે, એકબીજાના આલિંગનમાં સમાઇને દીનદુનિયાને ભૂલી જાય છે, ત્યારે પ્રેમની એ અનુભૂતિ ખરેખર અનોખી હોય છે.

સાચા પ્રેમને આવા કોઇ દેખાડાની કે દંભ કરવાની જરૂર પડતી નથી. પ્રેમ તો એક લાગણી છે, જેની અભિવ્યક્તિ આપમેળે થઇ જાય છે અને જેના પ્રત્યે પ્રેમ હોય એ વ્યક્તિ એ લાગણીને વગર કહ્યો પણ સમજી જાય છે. એના માટે કિંમતી ભેટ કે કાર્ડની જરૂર નથી. સાથીદાર સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ એક ખાસ દિવસની પણ જરૂર નથી. પ્રેમ કરવા માટે તો જનમોજનમ ઓછા પડે, જો તમારા મનમાં કોઇના માટે સાચો પ્રેમ હોય.
પ્રિયજન સમક્ષ પ્રણય વ્યક્ત કરવા માટે સાથીદારને એટલો જ ખ્યાલ કરાવવાની જરૂર છે કે એ તમારા માટે કેટલા ખાસ છે. એ માટે ક્યારેક જરૂર પડે તો સાથીદાર સમક્ષ પોતાના તરફથી પ્રણયનો અછડતો ઇશારો પણ પૂરતો થઇ પડે છે, ભલે ને તમે એ ઇશારો સૌની હાજરીમાં કેમ ન કરો. ક્યારેક બહાર ફરવા ગયાં હો, ત્યારે સ્થળ, સમય, સમાજના વિચારો બાજુએ રાખીને સાથીદારના આલિંગનમાં નિશ્વિંત બની સમાઇ જાવ. એ સમયે એને અને તમને પોતાને પણ એક એવી સુરક્ષા અને આત્મીયતાનો અનુભવ થશે કે તમારા પ્રેમને વાણીના વાઘા પહેરાવવાની જરૂર નહીં પડે.
એકાંતમાં સાથીદારની આંખોમાં આંખો પરોવીને, એકબીજાનો હાથ હળવેથી પકડીને એના અધરને તમારા અધરનો અછડતો સ્પર્શ જ કહી આપશે કે તમને એના પ્રત્યે કેટલો પ્રેમ છે. એ પ્રેમ જે તમે ક્યારેય એને શબ્દોમાં જણાવ્યો નથી કે જેનો તમે ક્યારેય દેખાડો કર્યો નથી એ લાગણી અનુભવીને સાથીદાર તમારા પ્રણયનો જે પ્રતિભાવ આપશે, તે જણાવવાની જરૂર છે ખરી? પ્રેમની અભિવ્યક્તિ ખરેખર તો સાથીદારને અપાતા અછડતા ચુંબન કે પ્રગાઢ આલિંગનમાં છે. એ સમયે તમારા મનમાં બીજા કોઇ વિચાર, કોઇ પ્રકારનો તણાવ ન હોવો જોઇએ. સાથીદાર પ્રત્યે માત્ર અને માત્ર સમર્પિત ભાવ સિવાયની કોઇ વાત મનમાં ન આવવા દો.
પછી જુઓ, એ વણકહ્યો પ્રેમ અને વણકહી લાગણી તમારા હૈયાને કેવા ઇન્દ્રધનુષી રંગથી રંગી દે છે. તમારા સપનાને કેવા સજાવી દે છે. એક વાર સાથીદારને સમર્પિત થઇ જાવ. તન-મનથી એકાત્મ ભાવ સાથીદારને પણ એક થઇ જવા માટે ઇજન આપશે અને એ તમારા પ્રેમનો અસ્વીકાર નહીં કરી શકે. એ માટે કોઇ એક દિવસ, ઘડી કે પળની રાહ જોવાની જરૂર નથી.
પ્રણયરસમાં સરાબોર થઇ જવા માટે તો આખી જિંદગી ઓછી પડે એમ છે. બે મન જ્યારે એકબીજાની લાગણી, ભાવના અનુભવીને એક થઇ જાય છે, એકબીજાના આલિંગનમાં સમાઇને દીનદુનિયાને ભૂલી જાય છે, ત્યારે પ્રેમની એ અનુભૂતિ ખરેખર અનોખી હોય છે. પ્રિયજન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઇ જવાની લાગણી, એના હૈયા પર માથું ઢાળીને એના બાહુમાં પોતાને સુરક્ષિત માનવાની અનુભૂતિ એને આપમેળે તમારા પ્રેમના બંધનમાં બાંધી લે છે.
એનો અર્થ એવો પણ નથી કે તમે સંપૂર્ણપણે તમારી, સમાજની, દુનિયાદારીની મર્યાદા ઓળંગી જાવ. મર્યાદામાં રહીને પણ સાથીદાર પ્રત્યેની લાગણીને એ અનુભવી શકે એ રીતે વ્યક્ત કરી શકાય છે. ક્યારેક એના હાથ પર, તો ક્યારેક એના અધર પર અછડતું ચુંબન, કોઇક વાર સાથીદારથી છુટા પડતી વખતે એને આપેલું આલિંગન એની ઊર્મિઓને એવી રીતે જગાવી દે છે કે એ ફરી ક્યારે મુલાકાત થાય એની આતુરતાભેર રાહ જોવા લાગે છે.
કોઇક વાર અચાનક જ સાથીદારને પ્રગાઢ આલિંગન, એના કપાળ પર અછડતું ચુંબન પણ તમારી એના પ્રત્યેની ભાવનાને વ્યક્ત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. માત્ર શાબ્દિક અભિવ્યક્તિ કરતાં સાથીદાર પ્રત્યે દાખવવામાં આવેલી લાગણી, એની કાળજી, એના પ્રત્યેની દરકાર તમારી ભાવનાઓનો વધારે સારી રીતે ખ્યાલ આપી જાય છે અને તે પણ એક શબ્દ બોલ્યા વિના.
પ્રેમમાં ખોટા દેખાડો કરવાની જરૂર નથી અને જો પ્રેમનો દેખાડો કરવામાં આવે તો એ સાચો પ્રેમ ન કહી શકાય. તમારા પ્રેમમાં એટલી શક્તિ હોવી જોઇએ કે સાથીદારને આપમેળે તમારા મનમાં રહેલી લાગણીનો, વિચારનો, ઇચ્છાનો ખ્યાલ આવી જાય. એ જ સાચો પ્રેમ છે. હા, જરૂર પડ્યે ક્યારેક તમારી ભાવનાને વાણીમાં વ્યક્ત અવશ્ય કરો, પણ તેનું લોકો સમક્ષ પ્રદર્શન કરવાની જરૂર નથી.
તારી અસરમાં સાવ અટુલા પડી ગયા

ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ

આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?

શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી

મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
                                                                              હસું અમેતો આજ અહી એકલા પડી ગયા 

બુધવાર, 20 જૂન, 2012


શબ્દો મારા પ્રેમ તમારો


પ્રિય મારી જિંદગી 
 ફૂલ ચંપુ છું હૈયે અને ટહુકી ઉઠે છે તું એ વાત તો શું  માંડું 
પણ હમણાથી હર સંધ્યા મને વસમી લાગે હસમુખ 
 મહોબ્બત ના તરંગોયારે ચાંદની માં લીન લાગે છે 
ત્યારે આ  પવન  પણ  જળકી  ઉઠેલ  બિન લાગે  છે  
એ કુદરત હોય કે માનવ અનુભવ બધા સરખા છે 
જવાની હોય ત્યારે બધું રંગીન લાગે છે આમ જુવોતો 
મહોબ્બત  ના સવાલોના કોઈ ઉત્તર  નથી હોતા ને જે 
હોય છે તે એટલા બધા સહેલા નથી હોતા                                                                                                    ( માંકડ મારવાની દવા પી ને પોઢી ગયો હોય એને એને નીલકંઠ ના કહેવાય )






દર્દિલા આ દિલના રુદન વિશે મારે કાંઈ નથી કહેવુ

હંમેશ દિલ મંહિ ગુંજતા આ ગુંજન વિશે મારે કાંઈ નથી કહેવુ
કે આ વાંચતા જ તમારા અશ્રુઓ સરી જ જવાના છે દોસ્તો
આ 'હસુ ' ને અગાઉ થી એના સર્જન વિશે કાંઈ નથી કહેવુ.




ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે
કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
                                                            હું હસું છું એકલો એ એકલા શરમાય છે

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે
એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
પ્રિય તારી યાદ માં 
વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
ધ્યાન  રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું
વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી

મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં
પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે
પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વીના મારાથી રહેવાતું નથી

કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી
એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનીયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છુટ બધાને આપું છું
શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં હસું ને  ભાગીદારી મળશે

મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે





મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.

મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે.
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે,
નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે.
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે.
મન મોર બની થનગાટ કરે.

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે.
વન-છાંય તળે હરિયાળી પરે,
મારો આતમ લ્હેર-બિછાત કરે,
સચરાચર શ્યામલ ભાત ધરે.
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઈ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન-ઘેન ભરે.
મન મોર બની થનગાટ કરે.

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે.
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે !
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે !
મન મોર બની થનગાટ કરે.

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે !
એની સૂનમાં મીટ સમાઈ રહી,
એની ગાગર નીર તણાઈ રહી,
એને ઘર જવા દરકાર નહીં.
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે !
મન મોર બની થનગાટ કરે.

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે !
વિખરેલ અંબોડાના વાળ ઝૂલે,
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે,
શિર ઉપર ફૂલ-ઝકોળ ઝરે.
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઊડી ફરકાટ કરે,
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે!
મન મોર બની થનગાટ કરે.

મોર બની થનગાટ કરે
આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે.
તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે,
નવ બાદલને ઉર આગ બૂઝે,
નદી પૂર જાણે વનરાજ ગુંજે.
હડૂડાટ કરી, સારી સીમ ભરી, સરિતા અડી ગામની દેવડીએ,
ઘનઘોર ઝરે ચંહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે.
મન મોર બની થનગાટ કરે.

આરતી











 આદ્ય શક્તિ|



જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ

તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

પ્રેમ કે વિશ્વાસ





તમે જો નીકળો રણથી તો ઝાકળની નદી મળશે
બધી સદીઓ ઉલેચાશે પછી પળની નદી મળશે

તિમિરની ભેખડો ચારે તરફથી જ્યાં ધસી આવે
તમે જો હાથ લંબાવો તો ઝળહળની નદી મળશે

સતત તરસે સૂકાઈને બધું નિષ્પ્રાણ થઈ જાશે
નિરાશાના અતલ ઊંડાણે વાદળની નદી મળશે

પ્રપંચોના બધા શઢ ને હલેસાં કામ નહીં આવે
મરણના રૂપમાં જ્યારે મહાછળની નદી મળશે

તમે મુક્તિનો જેને ધોધ સમજી ઝંપલાવો છો
સપાટી નીચે તમને ત્યાં જ સાંકળની નદી મળશે

તમારા લોહીની શાહી જ સૂકાઈ જશે આદિલ
પછી તો ઘેર બેઠા તમને કાગળની નદી મળશે

               માણસ.

ઝેર હદયમાં ભરતો માણસ.
સર્પની માફક સરતો માણસ.

વિસરી બેઠો માનવતાને,
દાનવ થઈને ફરતો માણસ.

મંદિર-મસ્જિદ બાંધે છે પણ,
ઈશ્વરથી ના ડરતો માણસ.

ક્ષણમાં એ ખીલી ઉઠેને,
ક્ષણમાં પાછો ખરતો માણસ.

સાચા-ખોટા શમણાં લઈને,
ખાલી ઘરને ભરતો માણસ.

                                       આશા



દોડી દોડી સુખની પાછળ,
મરતાં પહેલા મરતો માણસ.ફકત એ કારણે દિલમાં વ્યથા આખી ઉમર લાગી.
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી
તને પણ પાછા ફરતા એક મુદ્દત નામાબાર લાગી.

ન મેં પરવા કરી તેનીય એણે નોંધના લીધી.
મને તો આખી દુનીયા મારા જેવી બેકદર લાગી.


ઝરણ સુકાઈને આ રીતથી મ્રુગજળ બની જાએ
મને લાગે છે એને કોઈ પ્યાસાની નઝર લાગી

હવે એવું કહીને મારુ દુ:ખ શાને વધારો છો.
કે આખી જીંદગી ફીકી મને તારા વગર લાગી


હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો.
ને શંકા કદી લાગીતો એ તારી ઉપર લાગી.

ઘણા વરસો પછી આવ્યા છો એનો એ પૂરાવો છે
જે મેહંદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.

બધા સુખદ અને દુ:ખદ પ્રસંગોને પચાવ્યો છે
પછી આ આખી દુનીયા મારું દીલ લાગી, જીગર લાગી.

અચલ ઈન્કાર છે એનો 'મરીઝ' એમાં નવું શું છે?
મને પણ માંગણી મારી અડગ લાગી, અફર લાગી.

જો તમે ન બોલો તો જીવન વિરાન લાગે છે
તમે ન હસો તો સંગીત ધોંધાટ લાગે છે
કેમ મારા જીવનમાં આટલા સમાઈ  ગયા છો કે
  
"પ્રિયે "તમારા વગરનુ જીવન બેકાર લાગે છે
હસમુખ ગઢવી નાં
જય  માતાજી મિત્રો  દિલના અરમાનો ની અન્તક્ષારી માં એક ડોકિયું કર્યું ને આંખ ઝબકી એટલે વિરામ લઉં છું 

રવિવાર, 17 જૂન, 2012


કલમ ના બાદશાહો

JAY MATAJI

હસમુખ ગઢવી 

કલમ ના બદ્સાહો  કલમ માં એવી તાકાત આપો ના હોય કેવળ મનોરંજન એવા મનોમંથન આપો 
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
                          મન ની મસ્તી 



મેદાનો હરિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
લીલાંછમ અજવાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
અજમેરી પીળા બોર સમા આછું મીઠું મ્હેંક્યા કરતા
આ દિવસો તડકાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
રોજ જતા ને રોજ જશે પણ આજ અચાનક સાંજ ઢળી તો
ઘણા જતાં ઘરઢાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
એની તીણી ટોચ અડી જ્યાં નભને તારક-ટશિયા ફૂટ્યા
અંધારાં અણિયાળાં નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
પૂનમ રાતે સામે સામી ડાળ ઉપરથી મંડાતા કંઈ-
ટહુકાના સરવાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
શબ્દોનો આ કોષ લઈને ખાલી બેઠો છું ઉંબર પર હસમુખ
ભાષાની ભરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું


                                         દુનિયા છોડી ને હસમુખ 

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
ખાલી કડાંનો કાળો કિચુડાટ રહી જશે





હીડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મેં
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
તું છેતરી લે તોલમાં, પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઇ
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ