1 Gadhavi H.Highlights of the True story
- 2 दो पल
પ્રિય..........................................................................................
જિંદગી કેમ છે ?
છેલ્લે ,તારા ઉત્તરની રાહ જોવામાં સવાર લગી મને સાથ આપનારો વરસાદ ક્યાંક ચાલ્યો ગયેલો ,તે બે -ત્રણ દિ’ સુધી દેખાયો જ નહીં. એ દરમિયાન તક જોઈને આકાશે કોરું કાઢેલું પણ મારા હૃદયમાં તો ભીનાશ છવાયેલી જ રહી ! કદાચ તારી યાદની ઝરમર કારણભૂત હશે !
મોકો જોઇને ઉઘાડુંભટ થયેલું આકાશ મને ગમ્યું !! થયું એની આ દિગંબર અવસ્થાને માણું ,એને સ્પર્શું ,એની પીઠ પર, છાતી પર મારી આંગળીઓના મૃદુ સ્પર્શને વહાવું ………. મન પંખી બની ઉઠ્યું ! ને વિચારો પંખો બનીને લઇ ગયા મને છેક આકાશની સમીપે .
પળભર હું તને નીરખી રહયો એને ……. સાંભળી રહયો એના દીવ્યમૌન ને ! પછી હળવે રહી એની છાતી પર તારું નામ લખ્યું ,ત્યાંજ એક મેઘધનુષ્ય રચાઈ ગયું મારી નજર સામે .
કેટલું અદભૂત છે તારું આ નામ(???) !!!!!
( માફ કરશો હું આ પત્ર માં કોઈ નામ નથી લખી સકતો કારણ કે વ્યથા ના વાદળો નથી હોતા )
સદા તને નીરખતો
તારો
(હસમુખ ગઢવી )સિર્ફ અહેસાસ હૈ હસમુખ યહ રૂહ સે મહસૂસ કરો.
પ્રેમ વ્યક્ત કરવા માટે જો કોઇ ચીજવસ્તુનો સહારો લેવો પડે, તો એને સાચો પ્રેમ કેવી રીતે કહી શકાય? એ તો આપોઆપ અનુભવાય છે.
પ્રેમમાં ખોટા દેખાડો કરવાની જરૂર નથી અને જો પ્રેમનો દેખાડો કરવામાં આવે તો એ સાચો પ્રેમ ન કહી શકાય.
બે મન જ્યારે એકબીજાની લાગણી, ભાવના અનુભવીને એક થઇ જાય છે, એકબીજાના આલિંગનમાં સમાઇને દીનદુનિયાને ભૂલી જાય છે, ત્યારે પ્રેમની એ અનુભૂતિ ખરેખર અનોખી હોય છે.
સાચા પ્રેમને આવા કોઇ દેખાડાની કે દંભ કરવાની જરૂર પડતી નથી. પ્રેમ તો એક લાગણી છે, જેની અભિવ્યક્તિ આપમેળે થઇ જાય છે અને જેના પ્રત્યે પ્રેમ હોય એ વ્યક્તિ એ લાગણીને વગર કહ્યો પણ સમજી જાય છે. એના માટે કિંમતી ભેટ કે કાર્ડની જરૂર નથી. સાથીદાર સમક્ષ પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ એક ખાસ દિવસની પણ જરૂર નથી. પ્રેમ કરવા માટે તો જનમોજનમ ઓછા પડે, જો તમારા મનમાં કોઇના માટે સાચો પ્રેમ હોય.
પ્રિયજન સમક્ષ પ્રણય વ્યક્ત કરવા માટે સાથીદારને એટલો જ ખ્યાલ કરાવવાની જરૂર છે કે એ તમારા માટે કેટલા ખાસ છે. એ માટે ક્યારેક જરૂર પડે તો સાથીદાર સમક્ષ પોતાના તરફથી પ્રણયનો અછડતો ઇશારો પણ પૂરતો થઇ પડે છે, ભલે ને તમે એ ઇશારો સૌની હાજરીમાં કેમ ન કરો. ક્યારેક બહાર ફરવા ગયાં હો, ત્યારે સ્થળ, સમય, સમાજના વિચારો બાજુએ રાખીને સાથીદારના આલિંગનમાં નિશ્વિંત બની સમાઇ જાવ. એ સમયે એને અને તમને પોતાને પણ એક એવી સુરક્ષા અને આત્મીયતાનો અનુભવ થશે કે તમારા પ્રેમને વાણીના વાઘા પહેરાવવાની જરૂર નહીં પડે.
એકાંતમાં સાથીદારની આંખોમાં આંખો પરોવીને, એકબીજાનો હાથ હળવેથી પકડીને એના અધરને તમારા અધરનો અછડતો સ્પર્શ જ કહી આપશે કે તમને એના પ્રત્યે કેટલો પ્રેમ છે. એ પ્રેમ જે તમે ક્યારેય એને શબ્દોમાં જણાવ્યો નથી કે જેનો તમે ક્યારેય દેખાડો કર્યો નથી એ લાગણી અનુભવીને સાથીદાર તમારા પ્રણયનો જે પ્રતિભાવ આપશે, તે જણાવવાની જરૂર છે ખરી? પ્રેમની અભિવ્યક્તિ ખરેખર તો સાથીદારને અપાતા અછડતા ચુંબન કે પ્રગાઢ આલિંગનમાં છે. એ સમયે તમારા મનમાં બીજા કોઇ વિચાર, કોઇ પ્રકારનો તણાવ ન હોવો જોઇએ. સાથીદાર પ્રત્યે માત્ર અને માત્ર સમર્પિત ભાવ સિવાયની કોઇ વાત મનમાં ન આવવા દો.
પછી જુઓ, એ વણકહ્યો પ્રેમ અને વણકહી લાગણી તમારા હૈયાને કેવા ઇન્દ્રધનુષી રંગથી રંગી દે છે. તમારા સપનાને કેવા સજાવી દે છે. એક વાર સાથીદારને સમર્પિત થઇ જાવ. તન-મનથી એકાત્મ ભાવ સાથીદારને પણ એક થઇ જવા માટે ઇજન આપશે અને એ તમારા પ્રેમનો અસ્વીકાર નહીં કરી શકે. એ માટે કોઇ એક દિવસ, ઘડી કે પળની રાહ જોવાની જરૂર નથી.
પ્રણયરસમાં સરાબોર થઇ જવા માટે તો આખી જિંદગી ઓછી પડે એમ છે. બે મન જ્યારે એકબીજાની લાગણી, ભાવના અનુભવીને એક થઇ જાય છે, એકબીજાના આલિંગનમાં સમાઇને દીનદુનિયાને ભૂલી જાય છે, ત્યારે પ્રેમની એ અનુભૂતિ ખરેખર અનોખી હોય છે. પ્રિયજન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઇ જવાની લાગણી, એના હૈયા પર માથું ઢાળીને એના બાહુમાં પોતાને સુરક્ષિત માનવાની અનુભૂતિ એને આપમેળે તમારા પ્રેમના બંધનમાં બાંધી લે છે.
એનો અર્થ એવો પણ નથી કે તમે સંપૂર્ણપણે તમારી, સમાજની, દુનિયાદારીની મર્યાદા ઓળંગી જાવ. મર્યાદામાં રહીને પણ સાથીદાર પ્રત્યેની લાગણીને એ અનુભવી શકે એ રીતે વ્યક્ત કરી શકાય છે. ક્યારેક એના હાથ પર, તો ક્યારેક એના અધર પર અછડતું ચુંબન, કોઇક વાર સાથીદારથી છુટા પડતી વખતે એને આપેલું આલિંગન એની ઊર્મિઓને એવી રીતે જગાવી દે છે કે એ ફરી ક્યારે મુલાકાત થાય એની આતુરતાભેર રાહ જોવા લાગે છે.
કોઇક વાર અચાનક જ સાથીદારને પ્રગાઢ આલિંગન, એના કપાળ પર અછડતું ચુંબન પણ તમારી એના પ્રત્યેની ભાવનાને વ્યક્ત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. માત્ર શાબ્દિક અભિવ્યક્તિ કરતાં સાથીદાર પ્રત્યે દાખવવામાં આવેલી લાગણી, એની કાળજી, એના પ્રત્યેની દરકાર તમારી ભાવનાઓનો વધારે સારી રીતે ખ્યાલ આપી જાય છે અને તે પણ એક શબ્દ બોલ્યા વિના.
પ્રેમમાં ખોટા દેખાડો કરવાની જરૂર નથી અને જો પ્રેમનો દેખાડો કરવામાં આવે તો એ સાચો પ્રેમ ન કહી શકાય. તમારા પ્રેમમાં એટલી શક્તિ હોવી જોઇએ કે સાથીદારને આપમેળે તમારા મનમાં રહેલી લાગણીનો, વિચારનો, ઇચ્છાનો ખ્યાલ આવી જાય. એ જ સાચો પ્રેમ છે. હા, જરૂર પડ્યે ક્યારેક તમારી ભાવનાને વાણીમાં વ્યક્ત અવશ્ય કરો, પણ તેનું લોકો સમક્ષ પ્રદર્શન કરવાની જરૂર નથી.
તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
હસું અમેતો આજ અહી એકલા પડી ગયા મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
શબ્દો મારા પ્રેમ તમારો
![]() |
| પ્રિય મારી જિંદગી |
પણ હમણાથી હર સંધ્યા મને વસમી લાગે હસમુખ
મહોબ્બત ના તરંગોજયારે ચાંદની માં લીન લાગે છે
ત્યારે આ પવન પણ જળકી ઉઠેલ બિન લાગે છે
એ કુદરત હોય કે માનવ અનુભવ બધા સરખા છે
જવાની હોય ત્યારે બધું રંગીન લાગે છે આમ જુવોતો
મહોબ્બત ના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા ને જે
હોય છે તે એટલા બધા સહેલા નથી હોતા ( માંકડ મારવાની દવા પી ને પોઢી ગયો હોય એને એને નીલકંઠ ના કહેવાય )
દર્દિલા આ દિલના રુદન વિશે મારે કાંઈ નથી કહેવુ
હંમેશ દિલ મંહિ ગુંજતા આ ગુંજન વિશે મારે કાંઈ નથી કહેવુ
કે આ વાંચતા જ તમારા અશ્રુઓ સરી જ જવાના છે દોસ્તો
આ 'હસુ ' ને અગાઉ થી એના સર્જન વિશે કાંઈ નથી કહેવુ.
ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે
કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
હું હસું છું એકલો એ એકલા શરમાય છે
આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે
એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
![]() |
| પ્રિય તારી યાદ માં |
વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
ધ્યાન રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું
વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી
મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં
પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું
ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે
પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં
પણ આ છેલ્લી વાત કહ્યા વીના મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી
એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે
દુનીયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છુટ બધાને આપું છું
શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે
મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં હસું ને ભાગીદારી મળશે





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો